સિવિલ હોસ્પિટલના સાયલન્ટ કોરોના વોરિયર્સે ‘હું છું કોરોના વોરિયર્સ’ નેમ ટેગ સાથે તિરંગો લહેરાવી 74મા સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી

Share this:

સુરત:શુક્રવાર: સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ નવી સિવિલના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ દ્વારા આઝાદીની ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લાં પાંચ મહિનાથી કોરોના વોરિયર્સ કોરોના સામે લડી રહ્યા છે, ત્યારે ખાસ ફરજ પરના અધિકારી અને નવી સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર શ્રી મહેન્દ્ર પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને એડીશનલ ડીન ડો.ઋતંભરા મહેતા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો. મહેશ વાડેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેશપ્રેમની ભાવનાથી સુરત નવી સિવિલ હોસ્પિટલ અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના તબીબો, પેરામેડિકલ સ્ટાફ, લેબ ટેકનિશ્યન, અટેન્ડેંટ ભાઈઓ બહેનો સહિત વહિવટી સ્ટાફ દ્વારા “હું છું કોરોના વોરિયર્સ”ની નેમ ટેગ સ્ટીકર લગાવી હાથમાં તિરંગો લહેરાવી હર્ષોલ્લાસ સાથે આઝાદીના પર્વની ઉજવણી કરી હતી. સાથે કોવિડ પોઝિટિવ વોર્ડમાં પણ આરોગ્ય કર્મીઓ દ્વારા આઝાદી પર્વની એક દિવસ પૂર્વે ઉજવણી કરવામાં આવી હતી.
જી.ટીવી.ગુજરાત મેસેજ માટે સૈયદ અઝમત અર્સલાન .સુરત

Author: Dr.Y.M. Saiyad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *