દારૂલ ઉલુમ મહમુદીયા ડભોઇ વેગા ગામ પાસે મદ્રસામાં ચાલતા કોવીડ કેર સેન્ટર માં થી ૬ દર્દીઓ ને રજા અપાઈ.

Share this:

દારૂલ ઉલુમ મહમુદીયા ડભોઇ વેગા ગામ પાસે મદ્રસામાં સો ઉપરાંત બેડ કોવીડ કેર સેન્ટર નું ૧૧ દિવસ પહેલા ઓપનિંગ કરવામાંઆવ્યું હતુ જેમાં ૧૫ ઉપરાંત કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી આજરોજ છ દર્દી ઓ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી હતી દારૂલ ઉલુમ મહમુદીયા વેગા મદ્રેસા ખાતે કોવિડ કેર સેન્ટર ગત 7 મી ઓગસ્ટના રોજ ઝુબેર ભાઈ ગોપલાની BMD બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન,ડોક્ટર ગુડિયા રાની BHO ડભોઇ આરોગ્ય વિભાગ તથા
જમીઅતે ઊલમા એ હિન્દ ડભોઇ
ડભોઇ મુસ્લિમ ડોક્ટર
ડભોઇ મુસ્લિમ સમાજ ના સહયોગથી અને સરકાર ની ગાઈડલાઈન મુજબ કોવિંડ કેર સેન્ટર ની નિશુલ્ક તમામ સમાજના લોકો માટે શરૂઆત થતાં ૧૫ ઉપરાંત કોરોના દર્દીઓ આ સારવાર લઈ રહ્યા જેમાં હાલ 15 હિન્દુ સમાજના દર્દીઓ અને એક મુસ્લિમ સમાજનો દર્દી મફત સારવારનો લાભ લઇ રહ્યા હતા જે પૈકી આજે છ દર્દીઓ સાજા થઇ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જેમાં ડભોઇના એક દર્દી અને પાંચ તાલુકા મથકના સારવાર લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા દરમિયાન તેઓ ને મીઠાઈ આપી ફૂલો અને તાળીઓના ગડગડાટથી સન્માન કરી વિદાય આપવામાં આવી હતી જેમાં બી એચઓ ડોક્ટર ગુડિયા રાની ડોક્ટર કૌશિકભાઈ એસ પટેલ વિગેરે ડોક્ટર તેમજ મેડીકલ સ્ટાફ નર્સ દ્વારા દર્દીને કોવિડ કેર સેન્ટર માં દર્દીઓને જરૂરિયાત મુજબની સારવાર આપી હતી મેડિકલ ટીમ સાથે જમિયતે ઉલ્માએ હિંદ ડભોઇ શહેર ના હાફિઝ જકરીયા અત્તર વાલા મકબુલ ભાઈ મુલલા હાફિઝ ઈલિયાસ ભાઈ મન્સૂરી હાજી નિશાળ ભાઈ ખત્રી વિગેરેના પણ સેવા કિય કાર્ય માં જોડાયેલા હતા
જી.ટીવી.ગુજરાત મેસેજ માટે
યુસુફ ફતીયા.ડભોઈ.

Author: Dr.Y.M. Saiyad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *