સલામતી માસ’ના ભાગરૂપે જિલ્લામાં આવેલી ઈન્ડસ્ટ્રીઝો માં બનતા અકસ્માતોને ધટાડવા માટે ચાર સ્થળોએ મોકડ્રીલ યોજાઈઃ

Share this:

સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મહાકાય કંપનીઓ તથા જિલ્લાની અન્ય મોટી ઈન્ડસ્ટ્રીઝોમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી સપ્ટેમ્બર દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા ‘સલામતી માસ’ની ઉજવણીના ભાગરૂપે જુદી જુદી કંપનીઓ, ફેકટરીઓમાં મોકડ્રીલોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત આજરોજ હજીરા, પલસાણા અને બારડોલી વિસ્તારની ચાર મોટી કંપની, ફેકટરીઓઓમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં હજીરાની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન(બોટલીંગ પ્લાન્ટ) ખાતે ગેસ લીકેજના કારણે લાગેલી આગ તથા ઓ.એન.જી.સી. હઝીરા ખાતે ટેન્કરમાંથી ડીઝલ લીકેજ થતા આગની ઘટના તેમજ પલસાણા ખાતે સ્પેકટ્રમ ઇન્ડસ્ટ્રીઝ લી. ખાતે કલોરીન ગેસ લીકેજ તથા બારડોલીની મઢી સુગર ખાતે પાઈપલાઈનમાંથી ઈથેનોલ લીકેજ થવાથી આગના બનાવો અંગે મોકડ્રીલ યોજાઈ હતી. જે કારખાનાઓમાં ઓનલાઈટ ઈમરજન્સી જાહેર કરીને ફેકટરીના પોતાના સાધનો અને માનવસંસાધનોનો ઉપયોગ કરીને પોતાના પ્રયાસોથી ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં સંયુકત નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારીઓ અને સરાકારી શ્રમ અધિકારીઓ હાજર રહી મોકડ્રીલ દરમિયાન જણાયેલી તૃટિઓની પુર્તતા કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કારખાનના શ્રમયોગીઓએ પણ ભાગ લીધો હતો. દેરક કારખાનાઓમાં મેનેજમેન્ટ દ્વારા હવે પછીના મોકડ્રીલમાં જણાવેલી તૃટિઓનુ પનુરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા જણાવ્યું હતું. વધુમાં ૧૭મી ઓગષ્ટના રોજ કવાસ ખાતે હિન્દુસ્તાન ઓઈલ કોર્પોરેશન(બોટલીંગ પ્લાન્ટ) ખાતે એલ.પી.જી પ્લાન્ટના ગેસ લીકેજની આગની ઘટના અંગે મોકડ્રીલ યોજાઈ હતી. આગામી સમયમાં પણ જુદી જુદી કંપનીઓ, ફેકટરીઓમાં પણ મોકડ્રીલ યોજાશે.

Author: Dr.Y.M. Saiyad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *