
Share this:
જહાંગીરપુરા પોલીસને મળેલી બાતમીના આધારે વરીયાવ જહાંગીરપુરા રોડ સ્થિત શિવમ હોટલ પાસે વોચ ગોઠવી હતી. જે અંતર્ગત સિગારેટ પીવાની સાથે કમરના પાછળના ભાગે વારંવાર કંઇક વસ્તુ ચેક કરી રહેલા યુવાનને ઝડપી પાડી તેની તપાસ કરતા ચાલુ હાલતમાં દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે યુવાનને અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરતા પોતાનું નામ પુષ્પેન્દ્રસીંગ વૈજનાથસીંગ ઠાકુર (ઉ.વ. 23 રહે. બ્લોક એચ/4, 311/બી/3 કોસાડ આવાસ અને મૂળ જરેકાકલા, પોસ્ટ રાજપુર, ગૌરીહાર, મધ્યપ્રદેશ) હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પુષ્પેન્દ્રની આકરી પૂછપરછ કરતા તે અગાઉ કડોદરાની ઐશ્વર્યા મીલમાં નોકરી કરતો હતો પરંતુ લોકડાઉન બાદ બેકાર છે. એક વર્ષ અગાઉ વાહન અકસ્માતમાં ગંભીર ઇજા પંદર દિવસ સુધી કોમમાં ચાલ્યો ગયો હતો અને સારવારમાં 3.50 લાખથી વધુનો ખર્ચ થતા દેવું થઇ ગયું હતું. ઉપરાંત હાલમાં બેકાર હોવાથી લોકડાઉન બાદ હમવતનીના કહેવાથી સુરતમાં તમંચો વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પુષ્પેન્દ્ર વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.