સુરતમાં રાજીવ ગાંધીની 76મી જન્મ જયંતિ નિમિતે કોંગ્રેસ દ્વારા પ્લાઝમા દાન સહિતના સેવાકીય કાર્યો કરાયા, પ્રાર્થના સભા,ફ્રૂટ વિતરણ અને રક્તદાન કેમ્પ યોજાયો

Share this:

ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 76મી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ બાબુભાઈ રાયકાના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાર્થના સભા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ અને પ્લાઝમાં ડોનેશનના કાર્યક્રમો યોજાયાં હતાં. સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ રાયકાએ જણાવ્યું હતું કે, સેવાકીય કાર્યો માટે જાણીતા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ દેશને ખરા અર્થમાં વિકાસના પથ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટેક્નોલોજીનો ઉપયોગની શરૂઆત તેમણે કરાવી હતી. જેથી સેવાકીય હ્રદય ધરાવતા પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિ નિમિતે સિવિલ હોસ્પિટલમાં સેવા કરવાનીસાથે પ્લાઝમા અને રક્તદાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માજી કન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Author: Dr.Y.M. Saiyad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *