સુરત પિપલોદમા છૂટા રૂપિયા આપવાની વાતમાં આવી જતા વધુ એક દુકાનદારે 10 હજારની રકમ ગુમાવી, છ મહિનામાં છ લોકો સાથે ઠગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી

Share this:

છૂટા રૂપિયા આપવા મામલે ચોકબજારના એક ચીટરનો વધુ એક દુકાનદાર ભોગ બન્યો છે. છેલ્લા છ મહિનામાં લગભગ 6 લોકો આ ચીટરનો ભોગ બન્યા છે. છતાં હજુ સુધી આ ઠગ પોલીસની પકડમાં આવતો નથી, ઉપરથી પોલીસે આવા ઠગોની સામે ગુનો દાખલ કરવાને બદલે માત્ર અરજી લઈ સંતોષ માને છે. આ બાબતે ઉમરા પીઆઈ સાલુંકેનો સંપર્ક કરતા તેમણે મોબાઇલ રિસીવ કર્યો ન હતો. છેલ્લા છ મહિનાથી ડુમસ રોડથી લઈને વીઆઇપી રોડની વાત કરીએ તો છુટા પૈસાના નામે એક શખ્સ ખુલ્લેઆમ ચીટીંગ કરી રહ્યો છે. તેનો ચહેરો સીસીટીવીમાં કેદ થયો છતાં પોલીસ તેને પકડવામાં નાકામ રહી છે. દુકાનમાંથી ફરસાણ ખરીદી કરી મારી પાસે 100 અને 200ની નોટોના બંડલો પડેલા છે કહી 10 હજારના છુટા આપવાની વાત કરી હતી. દુકાનમાંથી 10 હજારની રકમ ઠગ લઈ ગયો હતો. દુકાનના કારીગરે હાથમાં બે થેલા લઈને તેની સાથે છુટા રૂપિયા લેવા ગયો હતો. થોડા જ અંતરે જઈ ઠગએ કારીગરને કીધું કે મેડિકલમાંથી રૂપિયા આપી દેશે હું ગાડીમાં સામાન મુકી આવું કહી ફરાર થયો હતો. આવી મોડસ ઓપરેન્ડીથી ઠગએ અત્યાર સુધીમાં મગદલ્લામાં નોનવેજની દુકાન 20 હજાર, વેલેન્ટાઇનની પાછળ હોટેલ 10 હજાર, મગદલ્લા મામા-ભાણેજની દુકાન 5 હજાર, વેસુ અતુલ બેકરી 4 હજાર અને પાર્લે પોઇન્ટના મોલમાંથી 10 હજારની રકમ પડાવી છે.

Author: Dr.Y.M. Saiyad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *