સુરત સ્વચ્છતામાં બીજા નંબર આવતાં સફાઈ કામદારોને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી

Share this:

દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં સુરતનો બીજો ક્રમ આવ્યો છે. શહેરનો બીજો ક્રમ સ્વચ્છતામાં આવતાં સફાઈ કામદારોના સન્માન કરવામાં આવ્યાં છે. અડાજણ ખાતે આવેલી વોર્ડ ઓફિસમાં સફાઈ કામદારોને મીઠાઈ વહેંચવામાં આવી છે. સફાઈ કામદારોના કામના લીધે જ આ ગૌરવ સુરતને મળ્યું હોવાના ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાના હાથે સફાઈ કામદારોના મોં મીઠા કરાવ્યાં છે. સાથે જ એવો સંકલ્પ લેવામાં આવ્યો છે કે, આવતાં વર્ષે સુરતને પ્રથમ ક્રમે સફાઈની બાબતમાં લઈ જવામાં આવશે. પાલિકાના ડેપ્યુટી મેયર નિરવ શાહે સફાઈ કામદારોને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, સુરતના શાસકો અને લોકોની તથા અધિકારીઓની ઈચ્છા શક્તિની આ અસર છે. જેના કારણે દેશમાં બીજો ક્રમ મળ્યો છે. તમામના સહિયારા પ્રયાસના કારણે સુરતને આ ગૌરવ મળ્યું છે જેને ટકાવી રાખવાની અને પ્રથમ ક્રમ પર લઈ જવાની હવે આપણી સૌની ફરજ અને જવાબદારી પણ છે.

Author: Dr.Y.M. Saiyad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *